રકુલપ્રીત સિંગ આગામી ફિલ્મમાં ફક્ત કેમીયો જ કરશે ?

જ્યારથી સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રિત સિંહ, તારા સુતરિયા અને રિતેશ દેશમુખ અભિનિત ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે,ત્યારથી અવનવી અટકળો થવાનું શરૂ થઇગયું છે.

ફિલ્મ ‘મરજાવાં’ના ટ્રેલર રિલીઝ થતાં જ રકુલપ્રીત સિંહની ભૂમિકા વિશે ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ટ્રેલરમાં રકુલપ્રીતની એક માત્ર ઝલક જોવા મળી રહી છે. આ પરથી લોકો અટકળ બાંધી રહ્યા છે કે, આ ફિલ્મમાં રકુલનું પાત્ર નાનકડું હશે અથવા તો મેકર્સ તેના પાત્રને ખાનગી રાખવામાંગે છે.

રકુલનો આ ફિલ્માં કેવો રોલ છે ે તે જાણવા મળ્યું નથી.

રિતેશ દેશમુખ આ ફિલ્મમાં વિલનના પાત્રમાં છે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા મસાલેદાર ડાયલોગ સાથે એકશન કરતો જોવા મળશે.

રકુલના રોલ પર કાતર ફેરવવામાં આવી છે કે, તેનો આ ફિલ્મમાં કેમીયો જ છે તે હજુ જાણવા મળ્યું નથી. કહેવાય છે કે, ફિલ્મ રીલીઝ બાદ જ આની જાણ થશે. ઉલ્લેખનીય છે કે, રકુલ આપહેલા અજયદેવગણ સાથે કોમેડી ફિલ્મ ‘ દે દે પ્યાર દે’માં જોવા મળી હતી.