રણબીર કપૂર અને દીપિકા રૂપેરી પડદે ફરી સાથે જોવા મળશે

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ રૂપેરી પડદે ફરી સાથે કામ કરવાના છે. રણબીર લવ રંજન સાથે ફેબુ્રઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યો છે. દીપિકા પણ જલદી જ શૂટિંગ શરૂ કરશે.

” આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે, બન્ને એકટર્સે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકને શૂટિંગ માટેની તારીખો પણ ફાળવી દીધી છે. તેમની સાથેની આ ચોથી ફિલ્મ બનશે. તેમની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ પડતી હોવાથી બોલીવૂડના માંધાતાઓ તેમને સાથે લેવા માટે ઉત્સુક હોય છે. ભૂતકાળમાં આ જોડીએ ‘બચના ઓ હસીનો, યહ જવાની હૈ દીવાની અને તમાશા’માં કામ કર્યું છે,” તેમ સૂત્રે જણાવ્યું હતું. અજય દેવગણ પણ આ ફિલ્મનો હિસ્સો હતો, પરંતુ છેલ્લા રિપોર્ટ પ્રમાણે અજયે આ ફિલ્મ છોડી દીધી છે.

પહેલા એવી પણ વાત હતી કે, દિગ્દર્શક લવ રંજનનું નામ ‘મી ટુ’ વિવાદમાં જોડાયું હોવાથી દીપિકા આ ફિલ્મનો હિસ્સો બનવા રાજી નહોતી.