રાખી સાવંતે ભોજપુરી ફિલ્મમાં કર્યું હતું આઇટમ સોંગ, હવે વીડિયો થયો વાયરલ

રાખી સાવંત તાજેતરમાં કરેલા લગ્નને લઈ ચર્ચામાં છવાયેલી રહે છે. તેના હનીમૂનની તસ્વીરોએ પણ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે ઝડપીથી વાયરલ થઈ રહી છે. જો કે તે તસ્વીરોમાં તેનો પતિ જોવા મળતો નથી.

રાખીએ તસ્વીરોને લઈને કહ્યું હતું કે તેના પતિને કેમેરા અને મીડિયા પસંદ નથી માટે તે કોઈની સામે આવશે નહીં. તો બીજી તરફ રાખીએ આ બધી ચર્ચાઓની વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાખી સાથે ભોજપૂરી સુપરસ્ટાર પવન સિંહ બિભત્સ હરકતો કરતો જોવા મળે છે.

રાખી સાવંતે ભોજપૂરી ફિલ્મ ‘સબસે બડા ચેમ્પિયન’માં એક આઈટમ સોન્ગ કર્યું છે. ભોજપૂરી આઈટમ સોન્ગ ‘લગા નવરત્ન તેલ’નો વીડિયો ઘણો જૂનો છે, પરંતુ હાલમાં તે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રાખી આઈટમ ડાન્સ કરતી નજરે પડી રહી છે. રાખી સાથે પવનસિંહ પણ ધમાકેદાર પરર્ફોમન્સ આપતો નજરે પડી રહ્યો છે. પવનસિંહ સોન્ગના સ્ટેંપ કરતાં કરતાં રાખીની નજીક આવવા લાગ્યો હતો, ત્યારે પવનસિંહ ભૂલથી રાખી સાવંતને કિસ કરવાની કોશિશ કરી હતી. રાખીએ તાત્કાલિક પવનને રોક્યો અને સોન્ગ વચ્ચેથી બંધ કરાવી દીધું હતુ.