રાધિકા આપ્ટે પાસે પ્રોડ્યુસરે કરી હતી ‘ગંદી’ માંગણી, ફોન કરી પુછ્યું હતુ, “શું તમે હીરો સાથે…..”

રાધિકા આપ્ટે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાધિકા નેટફ્લિક્સ પર એક પછી એક એમ ત્રણ સીરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’માં જોવા મળી છે. તો નેટફ્લિક્સે પણ રાધિકા આપ્ટેની મજાક કરતા કહ્યું હતુ કે, ‘રાધિકા આપ્ટે બધે જ છે.’ આ વર્ષની શરૂઆતમાં જ રાધિકા આપ્ટે અક્ષય કુમાર સાથે ‘પેડમેન’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે રાધિકાની આગામી ફિલ્મ ‘અંધાધુન’ છે.

રાધિકા આપ્ટેનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નાં રોજ તમિલનાડુનાં વેલ્લોરમાં થયો હતો. અર્થશાસ્ત્ર અને ગણિતમાં ગ્રેજ્યુએટ રાધિકાને બાળપણથી જ એક્ટિંગ અને ડાન્સનો શોખ હતો. તેણે 8 વર્ષ સુધી રોહિણી ભાટે પાસેથી કથક શીખ્યું હતુ. રાધિકા એવી અભિનેત્રી છે જે દરેક મુદ્દા પર બેધડક વાત કરે છે. ગ્લેમરની દુનિયા બાહરથી કંઇ અને અંદરથી કંઇક અલગ છે. ઘણી અભિનેત્રીઓને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે. રાધિકા આપ્ટે પાસે પણ ફિલ્મમાં રોલ માટે સેક્સ્યુઅલી ફેવરની માંગણી કરવામાં આવી હતી.

એક ઇન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું કે, ‘હું કાસ્ટિંગ કાઉચની ઘણી બધી ઘટનાઓ વિશે જાણું છું. ઘણા લોકોને આનો સામનો પણ કરવો પડે છે. એકવાર એક સાઉથનાં એક્ટરે મને મારા રૂમમાં ફોન કર્યો હતો અને ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે હું તેને બોલી તો તે મારી સાથે ઝગડો કરવા લાગ્યો હતો.”

આ ઉપરાંત રાધિકા આપ્ટેએ જણાવ્યું કે, “એકવાર એક પ્રોડ્યુસરનો મારા પર ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે અમે એક બોલીવુડ ફિલ્મ કરી રહ્યા છીએ અને તમે ફિલ્મનાં હીરો સાથે મીટિંગ કરી લો, પરંતુ તમે તેની સાથે સુઈ તો જશોને. પ્રોડ્યુસરની વાત સાંભળીને મે તેને ના કહી દીધી હતી.”