રામાનંદ સાગરની પ્રપોત્રીનું હોટ ફોટો શૂટ, વાયરલ થઈ તસવીરો

90ના દાયકાના પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’ના નિર્માતા રામાનંદ સાગરની પ્રપોત્રી સાક્ષી ચોપરા તેના હોટ અને ગ્લેમરસ અંદાજના કારણે ઘણી ચર્ચામાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સતત તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો પોસ્ટ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સાક્ષી ચોપરા રામાનંદ સાગરના દીકરા મોતી સાગરની પૌત્રી અને પ્રોડ્યૂસર મીનાક્ષીની દીકરી છે. તેને લંડનના કોઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે. સાક્ષીની યૂટ્યૂબ ચેનલ પણ છે. જેના પર તેના કેટલાક સોંગ અપલોડ છે. સાક્ષીને સોશિયલ મીડિયા પર સેલેબ તરીકે દેખાવું સારું લાગે છે. તેઓ તેની તસવીરોના કારણે ઘણી ચર્ચામાં રહે છે. ઉપરાંત સૂત્રો મુજબ તેઓ જલ્દી એક્ટિંગ કરિયરની શરૂઆત કરશે એવા સમાચાર પણ છે. જોકે આ વિશે સાક્ષીએ અત્યાર સુધી કોઈ ખુલાસો કર્યો નથી.