રેપોરેટ ઘટ્યો તો હોમલોનમાં તમને કેવી રીતે થશે ફાયદો, જાણો આ છે ગણિત

RBI તરફથી રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ તમારી હોમ લોન અને ઓટો લોનની EMI પણ ઘટવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ત્રણ દિવસની મૌદ્રિક નીતિ કમિટીની બેઠક પછી RBIએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ફેરફાર કર્યા. સતત પાંચમી વાર રેપો રેટમાં ઘટાડા બાદ રેટ હવે 5.15 ટકા પર આવી ગયા છે. કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો. જો તમારી બેંક આરબીઆઈના રેપો રેટમાં ઘટાડા મુજબ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે તો સૌથી વધુ લાભ 50 લાખ રૂપિયાની લોન લેનારાઓને થશે. તમારૂ ઇએમઆઈ કેટલું ઓછુ થશે તેને ઉદાહરણો સાથે સમજીએ.

ચાલો પહેલા તમારી હોમ લોન વિશે વાત કરીએ. નીચે આપેલ ગણતરી એસબીઆઈના વર્તમાન વ્યાજ દરો પર 20-વર્ષની લોન માટે કરવામાં આવી રહી છે. 25 લાખની લોન પર હાલનો વ્યાજ દર 8.35%, 30 લાખ પર 8.20%, 50 લાખ પર 8.45% છે. શુક્રવારે રેપો રેટમાં ઘટાડા બાદ આ ક્રમશઃ 8.10%, 7.95% અને 8.20% રહી જશે.

આરબીઆઈએ આ વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં 135 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. નવી લોન લેનારા પર આની સૌથી વધુ અસર પડશે. રિઝર્વ બેંકના આ પગલાથી ફિક્સ ડિપોઝિટના રોકાણકારોને આંચકો લાગશે. સેન્ટ્રલ બેન્ક દ્વારા રેપો રેટમાં વારંવાર ઘટાડો થયા બાદ બેન્કોએ એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ઓગસ્ટ પછી, એસબીઆઈએ એફડી પરના વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડો કર્યો છે. હાલમાં, એસબીઆઈની એક વર્ષની એફડી પરનો વ્યાજ દર 6.5% છે. તેથી જો તમે રોકાણ માટે એફડી પર વિચારણા કરી રહ્યા છો, તો પછી તમારે તેના બદલે અન્ય સાધનો ધ્યાનમાં લેવાનું વધુ સારું રહેશે.