લખનૌમાં ધોળા દિવસે હિંદુ મહાસભાના નેતાની ગળુ કાપીને કરપીણ હત્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની ધોળાદિવસે હત્યા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. કમલેશ તિવારીની તેમની ઑફિસમાં ગોળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે.

બદમાશોએ કમલેશ તિવારી સાથે નાકા વિસ્તારમાં તેમના ઘરમાં બનેલી ઑફિસમાં મુલાકાત કરી હતી અને તેમની સાથે ચા પીધી હતી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને તેઓ ફરાર થઇ ગયા. ગળુ કાપતા પહેલા તેમને ગોળી મારવામાં આવી હતી.

કમલેશ તિવારી કેટલાક વર્ષ પહેલા ઇસ્લામના પૈગમ્બર પર વિવાદિત નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. યુપીના સીતાપુર જિલ્લાના રહેવાસી તિવારીની બે વખત ધરપકડ પણ થઇ ચૂકી છે. તિવારી પર પત્રકારોને ધમકાવવાનો પણ આરોપ છે.

તિવારીએ એકવાર મહાત્મા ગાંધીના હત્યારા ગોડ્સેનું મદિર બનાવવાની જાહેરાત કરી હતી. તો કાશી વિશ્વનાથ મંદિર વિસ્તારમાં આવેલી એક મસ્જિદને લઇને આપત્તિજનક ટિપ્પણીને લઇને પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. તો અભિનેતા આમિર ખાનનું સર કલમ કરવાની પણ માગ કરી હતી.

કમલેશને ટ્રોમા સેન્ટર લઇ જવામાં આવ્યા, જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. બદલમાશોએ કમલેશ તિવારીને મળતા પહેલા તેમને કૉલ પણ કર્યો હતો. અત્યારે પોલીસ આ નંબરને ટ્રેસ કરી રહી છે.