લો બોલો, હવે આ પાકિસ્તાન અભિનેત્રીએ બોલીવુડ અને હોલીવુડને લીધું આડે હાથ, કહ્યું કે…

પાકિસ્તાનની અભિનેત્રી મેહવિશ હયાતે નોર્વેની રાજધાની ઓસ્લોમાં આયોજિત એક એવોર્ડ શોમાં બોલીવુડ-હોલીવુડ પર નિશાન સાધ્યું છે. અંહી મેહવિશને નોર્વેના વડાપ્રધાન એર્ના સોલ્બર્ગે પ્રાઇડ ઑફ પર્ફોમન્સ એવોર્ડથી સમ્માનિત કર્યા. ઇવેન્ટમાં મેહવિશે બોલીવુડ અને હોલીવુડની ફિલ્મો પર પાકિસ્તાનની ખરાબ તસવીર રજૂ કરવાના આરોપ લગાવ્યા છે.

 

મેહવિશનું કહેવું છે કે ભારતની કેટલીક ફિલ્મોમાંથી પાકિસ્તાનને ખલનાયક તરીકે બતાવવામાં આવે છે. અભિનેત્રીએ કહ્યું – આપણો પાડોશી દેશ દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત છે. આ તાકાતનો ઉપયોગ તે બન્ને દેશોની સાથે લાવવાનું કામ કરી શકતા હતા. પરંતુ તેમણે શુ કર્યું? તેમણે અનેક ફિલ્મો બનાવી જેમા પાકિસ્તાનની ખોટી તસવીર બતાવવામાં આવી છે. બોલીવુડ સિનેમાનો ઉપયોગ અંદરની સમજને વધારો કરવા માટે કરી શકતા હતા. હું સમજુ છું કે બન્ને દેશોનો ઇતિહાસ, રાજનીતિને જોતા ન્યુટ્રલ રહેવું મુશ્કેલ છે. આમ કરવાથી દેશભક્ત નહીં દેખાવો. પરંતુ આપણે આપણી આવનારી પેઢીને શાંતિ માટે રાષ્ટ્રવાદથી ઉપર ઉઠવુ પડશે અને સ્ટેન્ડ લેવું પડશે. આપણા પાડોશીઓને વિચારવું પડશે કે તે રાષ્ટ્રવાદી જોશ ઇચ્છે છે કે એક શાંતિપૂર્ણ ભવિષ્ય? અમારા પીએમ ઇમરાન કહી ચૂક્યા છે કે જો ભારત એક પગલું આગળ વધશે તો તે 10 પગલા આગળ વધવા તૈયાર છે.

 

 

હોલીવુડ પર નિશાન સાધતા મેહવિશે કહ્યું – હૉલીવુડે મારા દેશ પાકિસ્તાનને જે રીતે દર્શાવ્યો છે, તેની ક્ષતિને સ્વીકાર કરવી પડશે. હું પોઝિટિવ બતાવવા નથી કહી રહી. પરંતુ ફિલ્મોમાં પાકિસ્તાનને સંતુલિત રીતથી પણ દર્શાવી શકો છો. બંદૂક ચલાવનાર આતંકીઓ કે લાચાક મહિલાઓ સિવાય પણ અમારા દેશમાં ઘણી વસ્તુઓ છે.