વધુ એક સ્ટારકિડ બોલિવુડમાં થશે લોન્ચ, પિતાએ ડેબ્યુ અંગે કહી આ વાત

સંજય કપૂર ફિલ્મ ‘મિશન મંગલ’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે ઝોયા ફેકટરમાં પણ સોનમના પિતાની ભૂમિકામાં છે. સંજય હાલ અન્ય સ્ક્રિપ્ટસ પણ વાંચી રહ્યો છે. જ્યારે સાથેસાથે તે પુત્રીને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.

સંજયની પુત્રી સાન્યા આવતા વરસે બોલીવૂડમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. તે હાલ પિતરાઇ બહેન જાહ્નવીની આવનારી ફિલ્મ ‘ગુંજન સકસેનાની બાયોપિકમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહી છે. આ ફિલ્મ કરણ જોહરનું બેનર નિર્માણ કરી રહ્યું છે. તેથી લોકો એમ માની રહ્યા છે કે, સાન્યાને પણ કરણ જોહર જ લોન્ચ કરે તેવી પૂરી શક્યતા છે.

જોકે હજી સુધી સાન્યાના ડેબ્યુ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. સાથેસાથે સંજયનું કહેવું એમ પણ છે કે, સાન્યાને યોગ્ય સ્ક્રિપ્ટ મળી જશે તો અત્યારે હાલ પણ બોલીવૂડમા ડેબ્યુ કરવા તૈયાર છે. સાન્યાએ ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાંથી એકટિંગને લઇને કોઇ તાલીમ લીધી નથી. સંજયનુ કહેવું છે કે, સાન્યાને અમે પ્રેક્ટિલ તાલીમ આપી રહ્યા છીએ.