વૃષ્ટિ-શિવમ મિસિંગ કેસમાં મોટી સફળતા, આવી જગ્યાએ છુપાવા છતાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવા મામલે હવે એક મહત્વના સામાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ વૃષ્ટિ અને શિવમ ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. 11 દિવસ બાદ વૃષ્ટિ અને શિવમ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ટીમે બન્નેને ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે.

રિપોર્ટ મુજબ વૃષ્ટિ અને શિવમને લઈ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ટીમ અમદાવાદ આવવા રવાના થઈ છે. સોહા અલીખાને ટ્વીટ કર્યા બાદ આ મામલો સામે આવ્યો હતો. વૃષ્ટિ અને શિવમ નવરંગપુરાથી 11 દિવસ પહેલા ગુમ થયા હતા. જ્યારે આ પહેલા પોલીસને બંનેને શોધવા માટે આકરી મહેનત કરવી પડી છે. સંપૂર્ણ તપાસ અને ટેક્નોલોજીનો સહારો લેવા છતાં પોલીસ ફિફા ખાંડતી નજરે ચડે હતી.

આપને જણાવી દઈએ કે 1 તરીખે વૃષ્ટિ અને 2 તારીખે શિવમ ગુમ થયાની નોંધ મળી હતી. આ મામલે પોલીસે લગભગ 35 લોકોના નિવેદન લીધા. જ્યારે 25થી વધુ સ્થળોના સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા. પરંતુ તે સીસીટીવી રેલવે મથકના પ્લેટફોર્મ બાદ બન્ને ક્યાં ગયા તે દેખાતું નહોતું. અમદાવાદ શહેરના આ હાઈ પ્રોફાઈલ મિસિંગ કેસમાં નવરંગપુરા પોલીસ અને ક્રાઈમબ્રાંચ તનતોડ મહેનત કરી અને બન્નેને આખરે શોધી કાઢ્યા. આજે વૃષ્ટિને સૌથી છેલ્લે છોડનાર તેના ડ્રાઈવર શંભુ તિવારીની પણ પુછપરછ કરવામાં આવી અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.