વોર ફિલ્મની સફળતા બાદ ઋત્વિક રોશન દેખાશે આ ફિલ્મની સિક્વલમાં

તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘વોર’ની સફલતાનો આનંદ માણી રહ્યો છે, તેમજ સાથેસાથે ફિલ્મ ‘ક્રિષ’ના ચોથા હિસ્સાની તૈયારી રાકેશ રોશન કરી રહ્યો છે. મળેલી બાતમી સાચી હોય તો, રાકેશ રોશને આ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી સંજય ગુપ્તાને સોંપી છે. આ ફિલ્મનું બજટે રૂપિયા ૨૫૦ કરોડ હોવાની વાત છે.

‘ક્રિશ ૪’ના દિગ્દર્શક તરીકે સંજય ગુપ્તા હશે. આ ફિક્શનએકશન એન્ટરટેઇનર બનાવાની યોજના છે. અને ગુપ્તા આવી ફિલ્મ બનાવા માટે જાણીતા અને યોગ્ય વ્યક્તિ છે. ‘ક્રિશ’ ફિલ્મની ફ્રેન્ચાઇઝી હોવાથી આ ફિલ્મ માટે વધુ પડતી આશા રાખવામાં આવે તે મુદ્દાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

આ ફિલ્મ માટે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ફિલ્મનું બજેટ વધી ગયું છે. રાકેશ રોશને આ ફિલ્મનું બજેટ રૂપિયા ૨૫૦ કરોડનું નક્કી કર્યું છે,” તેમ સૂત્રે જણાવ્યુ હતું. ” ‘ક્રિશ ૪’ના શૂટિંગની શક્યતા હાલ નહીંવત છે. હૃતિક પાસે અન્ય પ્રોજેકટ હોવાથી રાકેશ રોશન પોતાની ફિલ્મને ૨૦૨૦ના મધ્યમાં જ શરૂ કરી શકશે,” તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.