શારીરિક સંબંધ વારંવાર બાંધવાથી શરીરનું વજન વધી જાય છે ? વિગત વાર જાણો…

મેં દસમા ધોરણની પરીક્ષા આપી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ?
એક યુવક (નડિયાદ)

તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જશે.

 

હું ૨૦ વરસની છું. ૨૫ વર્ષના એક યુવક સાથે મારા વેવિશાળ થયા છે. અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)

અફકોર્સ તમારે એને મળવાની જરૂર છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ કરજો.

 

 

બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.
હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?
એક યુવતી (મુંબઈ)

આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે.