સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે યુવતી પહોંચી ગઇ મુંબઇ અને…

બોલિવૂડ એક્ટર સલમાન ખાનથી લગ્ન કરવાની ચાહતમાં 24 વર્ષિય કુસુમ સિંહ દેહરાદૂથી ભાગીને મુંબઇ આવી ગઇ. પરંતુ કુસુમના નસિબમાં સલ્લૂ સાથે લગ્ન કરવાનો સંયોગ ન હતો, આ માટે તેઓ શિવડી પોલીસના હાથે ઝડપાઇ ગઇ. પોલીસે જ્યારે કુસુમને મુંબઇ આવવા વિશે પૂંછ્યું, તો તેણે સલમાન સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. શિવડી પોલીસ અનુસાર, ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની રહેવાસી કુસુમ સિંહ 11 ઓગસ્ટે પોતાના ઘરેથી ભાગી ગઇ અને જેમ તેમ તે મુંબઇ પહોંચી. અહિંયા તે સલમાન ખાન સાથે લગ્ન કરવા આવી હતી. જોકે, કુસુમને સલમાનના ઘરનું સરનામું ખબર ન હતું. તે છતા તે સલમાનનાં ઘર બહાર પહોંચી ગઇ. જ્યાં સુરક્ષાકર્મીઓએ તેન ઘર બહાર જ રોકી દીધી અને તે મુંબઇના રસ્તાઓ પર ભટકવા લાગી.

 

પોલીસ ઉપનિરિક્ષક નારાયણ તારકુંડે અનુસાર, કુસુમના પિતાએ પોલીસને જાણકારી આપી તે, તેમની દીકરી માનસિક રૂપે બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ કોઇ પ્રથમવાર નથી, પરંતુ આ પહેલા પણ તે ઘણી વાર ઘરથી ભાગી ચૂકી છે. પરંતુ નસિબ સારૂ છે કે તે સ્થાનિક પોલીસની મદદથી ઘરે પરત આવી જતી હતી. પોલીસ અનુસાર, 24 ઓગસ્ટે કુસુમ પોલીસને ઇન્સર્ટ ફ્રી વે પર એકલી અને ખુબ જ ભૂંડા હાલમાં નજર આવી હતી. તે દરમિયાન ત્યાં ફરજ પર હાજર શિવડી પોલીસે મહિલા અધિકારીઓએ તેણે જોઇ અને પોલીસ સ્ડેશન લઇને આવ્યા. કુસુમ પાસે જ્યારે પૂંછપરછ કરવામાં આવી તો જાણકારી મળી કે તે માનસિક રીતે બીમાર છે. આ જ કારણે તે યોગ્ય રીતે પોલીસને પોતાનું નામ અને સરનામું બતાવવા માટે અસક્ષમ હતી.