સાઉદી અરામકોનો મહાકાય આઇપીઓ 17 નવે.થી ખુલશે

લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે સઉદી અરામકોનો આઇપીઓ 17 નવેમ્બરના રોજ ખૂલશે અને ચાર ડિસેમ્બર સુધી આ આઇપીઓમાં ભાગ લઇ શકાશે. પાંચ ડિસેમ્બરના રોજ શેરની કીંમત નક્કી કરવામાં આવશે. શનિવારે અરામકોના આઇપીઓનું પ્રોસ્પેક્ટસ જારી કરવામાં આવ્યું હતું. આ આઇપીએોને વિશ્વનું સૌથી મોટું આઇપીઓ ગણવામાં આવે છે.

 

 

વર્ષોના વિલંબ પછી આ આઇપીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રિયાધ સ્ટોક એક્સચેન્જ અરામકોના શેરનું લિસ્ટિંગ કરવામાં આવશે. અરામકોને વિશ્વની સૌથી નફાકાક કંપની ગણવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રીટેલ રોકાણકારોને કંપનીના કુલ શેરોના ફક્ત 0.5 ટકા જ ફાળવવામાં આવશે. સંસૃથાકીય રોકાણકારોને કેટલા ટકા શેર ફાળવવામાં આવશે તે હજુ સુધી નક્કી કરાયું નથી. ઉલ્લેખનીય છે કે અરામકોએ ગયા વર્ષે 111.1 અબજ ડોલરનો ચોખ્ખો નફો કર્યો હતો. ચાલુ વર્ષના પ્રથમ 9 મહિનામાં કંપનીનો નફો 18 ટકા ઘટીને 68.2 અબજ ડોલર રહ્યો છે.