સાનિયાએ કર્યું કન્ફર્મ, આ પૂર્વ ક્રિકેટ કેપ્ટનના દીકરા સાથે લગ્ન કરશે બહેન અનમ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુષ્ટિ કરી છે કે, તેની બહેન અનમ મિર્ઝા મોહમ્મદ અઝહરૂદ્દીનના દીકરા અસદ સાથે લગ્ન કરવા તૈયાર છે.

આ અંગે વધુમાં જણાવતાં સાનિયાએ જણાવ્યું કે, તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યાં છે. અમે બધાં આ લગ્ન માટે ખૂબજ ઉત્સાહિત છીએ. અનમ ફેશન સ્ટાઇલિસ્ટ છે અને તે તેનું પોતાનું આઉટલેટ પણ ચલાવે છે.

સાનિયાએ કહ્યું કે તે એક હેન્ડસમ છોકરા સાથે લગ્ન કરી રહી છે, તેનું નામ અસદ છે, તે મોહમ્મદ અઝહરૂદ્દીનના દીકરા છે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મોર્ઝાના આ પહેલાં તલાક થઈ ચૂક્યા છે.

અનમનાં 2016માં હૈદરાબાદના બિઝનેસમેન અકબર રાશિદ સાથે લગ્ન થયાં હતાં, પરંતુ બે વર્ષ બાદ બંનેના સંબંધોમાં ખટાશ આવી અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

29 વર્ષનો મોહમ્મદ અસદુદ્દીન અત્યાર સુધીમાં બે શ્રેણી ક્રિકેટ રમ્યો છે અને તે ગોવા રણજી ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યો છે.

અનમ મિર્ઝા તેના નવા રિલેશનશિપ અંગે ચર્ચામાં હતી કે, અનમ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના દીકરા અસદને ડેટ કરી રહી છે, અનમે એક તસવીર શેર કરી હતી, જેમાં પાછલ બ્રાઇડ ટુ બી લખેલું હતું.