બોલિવુડ ની આ હિરોઈને ઈન્ટરવ્યૂ દરમિયાન એવી કોમેન્ટ કરી કે તેનું કરિયર ત્યાં જ ખત્મ થઈ ગયું…

બોલિવુડમાં ગમે તેમ કરીને એન્ટ્રી મેળવી લો પરંતુ ત્યાં ટકી રહેવું ઘણુ મુશ્કેલ છે. ઘણા એક્ટર્સને ફિલ્મો તો મળી જાય છે, પરંતુ તેમની સફળતા લાંબો સમય સુધી ટકતી નથી. એક્ટ્રેસ રિમી સેનની ગણતરી પણ તેમાં જ થાય છે. તેણે બોલિવુડમાં શાનદાર એન્ટ્રી તો કરી પરંતુ સમય જતા તેની ચમક ફીકી પડી ગઈ. 2000ની શરૂઆતમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળી, જેમાંથી મોટાભાગની બોક્સઓફિસ પર હિટ રહી. આ ફિલ્મોમાં રિમીની એક્ટિંગને પણ લોકોએ પસંદ કરી.

રિમીએ 2001માં બંગાળી ફિલ્મ પરોમીતર એક દિનથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી. વર્ષ 2003માં તેણે ફિલ્મ હંગામાથી હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું, જે એક કોમેડી ફિલ્મ હતી. ફિલ્મમાં અક્ષય ખન્ના સાથેની તેની કેમેસ્ટ્રી પણ લોકોને ગમી.

જે બાદ તેણે અક્ષય કુમાર સાથે ગરમ મસાલા, ફિર હેરા ફેરી અને દીવાને હુએ પાગલ જેવી ફિલ્મો કરી. આ સિવાય તે રોહિત શેટ્ટીની ગોલમાલ સીરિઝ, ધૂમ સીરિઝ, ક્યોંકિ અને બાગબાન જેવી સુપરહિટ ફિલ્મોનો ભાગ પણ બની.

પણ કહેવાય છે કે, દરેક લોકો પોતાની સફળતાને પચાવી શકતા નથી રિમી સેન સાથે પણ કંઈક આવું જ બન્યું. રોહિત શેટ્ટી સાથે ગોલમાલ જેવી દમદાર ફિલ્મો કર્યા બાદ તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક એવી કોમેન્ટ કરી કે તેનું કરિયર ત્યાં જ ખત્મ થઈ ગયું.

રિમીએ ફિલ્મ ગોલમાલના પ્રમોશન વખતે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘મેં ફિલ્મમાં એક સ્વીટ અને બ્યૂટિફુલ ગર્લનો રોલ પ્લે કર્યો છે. મને આ ફિલ્મ એટલા માટે ગમી કારણ કે તેમાં ચાર હીરો છે અને હું એક જ હીરોઈન છું. રોહિત શેટ્ટી ડાયરેક્ટર તરીકે અમેઝિંગ છે, તે કોઈ બ્લેક આફ્રિકન છોકરીને પણ સુંદર બનાવી શકે છે’ જે બાદ એક્ટ્રેસ વિવાદોમાં ઘેરાઈ અને હ્મૂયન રાઈટ્સ સંસ્થાએ તેનો વિરોધ કર્યો જે બાદ તેનું કરિયર ઠપ્પ થઈ ગયું.

જો કે એવું નથી કે તેણે વિવાદમાં ઘેરાયા બાદ ફિલ્મો નથી કરી, તેણે ફિલ્મો કરી પરંતુ બધી લો બજેટની હતી જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. જે બાદ તે ડાયરેક્ટ જોવા મળી રિયાલિટી શો બિગ બોસ 9માં, જ્યાં પણ તે કંઈ ખાસ કરી શકી નહીં.