‘સાહો’ની ટીમનાં રાતે પાણીએ રોવાનાં દિવસો, લોકો ઓનલાઈન ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે!

પ્રભાસની ખુબ ચર્ચિત ફિલ્મ સાહો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. દેશભરમાં ફિલ્નને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મનાં દરેક સીનના લોકો વખાણ કરી રહ્યાં છે. પ્રભાસ અને શ્રધ્ધા કપુરની એક્ટિંગ ભારે કમાલ કરે છે. પરંતુ ફિલ્મ માટે એક ખરાબ સમાચાર આવ્યાં છે.

રિપોર્ટ પ્રમાણે ભારતમાં ફિલ્મ રિલીઝનાં કેટલાક કલાકો અંદર જ તમિલ રોકર્સે સાહોને લીક કરી નાખી છે. શ્રધ્ધાએ ફિલ્મનાં કલાકો પહેલા જ કહ્યું હતું કે તમારા નજીકના સિનેમાઘરોમાં જાઓ અને ફિલ્મ જુઓ તેમજ પાયરેસીને સપોર્ટ ના કરો.

ફિલ્મોને લીક કરવામાં માહિર તમિલ રોકર્સે રિલીઝ થયાનાં કેટલાક કલાકો પછી જ ફિલ્મ સાહોને ઓનલાઈન લીક કરી દીધી છે. તમિલ રોકર્સ પર સાહોને ખોટી રીતે ડાઉનલોડ કરવાની આશંકા છે.

ઉલ્લેખનીય છે કે પાયરેસીનો માર પુરી ફિલ્મી દુનિયા સહન કરી રહી છે. આ કોઈ પહેલી વાર નથી કે આ રીતે તમિલ રોકર્સે ફિલ્મ લીક કરી હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો આ લીક કરી છે. 350 કરોડનાં ભારી ભરખમ બજેટની સાહો લીક થવાથી પારાવાર નુકશાન થવાનું છે.