સોનમ કપૂરની બોડીમાં છે આ વસ્તુની ખામી, ખુદ સોનમે કર્યો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા થકી પોતાની લાઈફ સાથે જોડાયેલી વાતો પોતાના ફેન્સને પહોંચાડતી હોય છે. તાજેતરમાં તેણે પોતાની લાઈફ સાથે જોડાયેલી એવી વાતનો સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે.

Sonam Kapoor Fitness Diet Mantra

તેણે ઈનસ્ટાગ્રામ પર જણાવ્યું કે તે આયોડીનની ખામીને કારણે સંઘર્ષ કરી રહી છે. સોનમે ઈનસ્ટાગ્રામ પર લખ્યું કે બધા શાકાહારી લોકો માટે જરૂરી નોટ! આ વાતનું ધ્યાન રાખો કે તમે જે મીઠું ઉપયોગમાં લો છો તેમાં નિયમિત માત્રામાં આયોડીન હોય. મને હાલમાં જ ખબર પડી છે કે મારા શરીરમાં આયોડીનની ખામી છે. ટેબલ સોલ્ટ આ ખામીને દુર કરવા માટે બેસ્ટ છે.

તાજેતરમાં સોનમે ભારત પાકિસ્તાનને લઈને એક નિવેદન આપ્યું હતુ, જેની પર ખુબ ચર્ચાઓ થઈ છે. સોનમ તેની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં નજરે આવી હતી, તે ફિલ્મમાં તે અનિલ કપૂરે તેના પિતાનો રોલ કર્યો હતો. હાલમાં સોનમ ફિલ્મ ‘ધ જોયા ફેક્ટરી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019એ રિલીઝ થવાની છે.