સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ

સોનાક્ષી સિંહા અમિતાભ બચ્ચનના રિયાલિટી શોમાં સ્પર્ધકની મદદનીશ તરીકે લેવા ગઇહતી. ત્યારે તેને એક સરળ પ્રશ્રનનો ઉત્તર ન આવડતાં તેને લાઇફલાઇનની મદદ લેવી પડી હતી. આના કારણે સોનાક્ષી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે.

 

 

આ પ્રશ્ર રામાયણ સાથે જોડાયેલો હતો. જેનો ઉત્તર સોનાક્ષીને ખબર નહોતો. જેથી લાઇફલાઇનનો ઉપયોગ કરવો પડયો હતો. સોશિયલ મીડિયાના યુઝર્સોએ સોનાક્ષીને ટ્રોલ કરી છે, ઉપરાંત તેના ઘણા મીમ્સ પણ ઇન્ટરેનેટ પર વાયરલ થઇ ગયા છે. એક યુઝરે તો સોનાક્ષીના પરિવારના નામ રામાયણ પરથી આવતા હોવા છતાં આ ઉત્તર ન આવડયો એવી ટીપ્પણી કરી છે. જ્યારે અન્ય એકે તો ‘બ્યુટી વિધાઉટ બ્રેઇન’ જેવી ટીપણી કરી છે.

 

 

અન્યએકે તો લખ્યું કે, ” હવે મને આ શો પર વિશ્વાસ બેઠો છે, અમે તો એવું સમજતા હતા કે, સેલિબ્રિટિઓને પહેલાથી જ સવાલોના ઉત્તર જણાવી દેવામાં આવે છે. પરંતુ તું જે રીતે સરળ પ્રશ્રનો ઉત્તર નથી આપી શકી તેનાથી લાગે છે કે, આ એક ઇમાનદાર શો છે.સોનાક્ષી મારી શંકા દૂર કરવા માટે બદલ તારો આભાર માનું છું.

 

 

પ્રશ્ન હતો કે છે કે, ” હનુમાન કોના માટે સંજીવની બુટી લઇ આવ્યો હતો ? જેમાં સુગ્રીવ, લક્ષ્મણ, સીતા અને રામ એમ ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા. જેમાંથી એકનું નામ કહેવાનું હતું, જે સોનાક્ષી કહી શકી નહોતી.