સ્ટાર્ટઅપ / બે યુવાઓએ ખરાબ સ્પોર્ટ્સ જૂતાંથી ચંપલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો, અત્યાર સુધી 3 હજાર ગામમાં 3 લાખ જોડી મફત આપી ચૂક્યા છે

યૂથ ઝોન ડેસ્કઃ મોંઘા સ્પોર્ટ્સ શૂઝ ખરાબ થતાં લોકો તેને ફેંકી દે છે અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દે છે. પરંતુ મુંબઈના બે યુવાઓએ ઈનોવેટિવ આઇડિયાથી આ સ્પોર્ટ્સ શૂઝમાંથી ચંપલ બનાવવાની શરૂઆત કરી છે. આ ચંપલોને ગામની સ્કૂલના બાળકોને મફતમાં આપવામાં આવે છે, જેથી તેમને સ્કૂલે જવામાં સરળતા રહે. મુંબઈના શ્રેયાંશ ભંડારી અને રમેશ ભંડારી 5 વર્ષ પહેલાં શરૂ કરેલાં સ્ટાર્ટઅપ ‘ગ્રીન સોલ’ના માધ્યમથી અત્યાર સુધીમાં 13 રાજ્યોના ત્રણ હજાર ગામમાં 3 લાખ ચંપલો આવા જરૂરિયાતમંદ બાળકોને આપી ચૂક્યાં છે.

25 વર્ષીય શ્રેયાંશ આ સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં કહે છે કે, ,દરરોજ લગભગ 500 ચંપલ મફત આપવાના આ પ્રોજેક્ટમાં તાતા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક જેવી 55 કંપનીઓ આર્થિક મદદ કરી રહી છે. અમારા પ્રયાસની રતન તાતા અને બરાક ઓબામા જેવી હસ્તીઓ પત્ર લખી પ્રશંસા કરી ચૂક્યા છે. ફોર્બ્સની 30 વર્ષથી ઓછી ઉંમરના આંત્રપ્રિન્યોરની યાદીમાં અમારું પણ નામ આવ્યું છે. અમે આવનારા બે વર્ષમાં 10 લાખ જોડી ચંપલ વિતરણનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે ખરાબ જૂતાથી ચંપલવાળા 10 સ્કિલ સેન્ટર અલગ અલગ પ્રદેશોના ગામમાં ખોલાશે, જેમાં લગભગ એક હજાર લોકોને રોજગાર અપાશે.’ શ્રેયાંશ વધુ વાત કરતાં કહે છે કે, ‘હું સ્કૂલ ટાઈમથી પ્રોફેશનલ રનર રહ્યો છું. વર્ષમાં ત્રણથી ચાર સ્પોર્ટ્સ શૂઝ વાપરતો હતો. પછી તે નકામા થઈ જતા હતા. સ્પોર્ટ્સ શૂઝ અમે એટલા માટે પસંદ કર્યા કારણ કે ઘરમાંથી સૌથી વધુ તેને જ ફેંકવામાં આવે છે અને તેના સોલથી રિસાઈકલ્ડ ચંપલ સરળતાથી બની જાય છે. આ ચંપલની મદદથી બેથી ત્રણ વર્ષ આરામથી નીકળી જાય છે. શરૂઆતમાં આ કામનો અનુભવ નહોતો તેથઈ IT સ્તરે કોમ્પિટિશનમાં જીતેલા લાખો રૂપિયા તેમાં લગાવી દીધા. જેમ તેમ ટેક્નોલોજીની જાણ થઇ તો શ્રમિકોએ ના પાડી. તેમનો તર્ક હતો કે કોઈના પહેરેલા જૂતા પર કામ નહીં કરે. તેમને હાઇજેનિક રીતે જૂના જૂતામાંથી ચંપલ બનાવવા માટે ટ્રેનિંગ આપી.’

કંપનીને દર મહિને દેશભરમાંથી 1200 જોડી જૂનાં સ્પોર્ટ્સ શૂઝ મળી જાય છે
શ્રેયાંશના જણાવ્યા અનુસાર, તેમને અલગ અલગ રાજ્યોમાંથી દર મહિને લગભગ 1200 જોડી જૂનાં જૂતાં મળી જાય છે. તેનાથી કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે. કંપની હાલ યુપી, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, ઉડીશા, આસામ જેવા 13 રાજ્યોના બાળકોની મદદ કરી રહી છે. ટૂંક સમયમાં જ કાશ્મીર, લદ્દાખ, હિમાલચ, ઉત્તરાખંડ માટે પણ રિસાઈકલ શૂઝ બનાવશે.