સ્ટેજ પર જીભ લપસતાં આલિયા બોલી ગઈ ન બોલવાના અશ્લીલ શબ્દો, દર્શકોએ કર્યો હંગામો

બોલિવૂડમાં ઘણા સેલેબ્સ સાથે એવી ઘટના બનતી હોય છે કે કોઈ શોના મહેમાન બન્યા હોય અને અચાનક જ જીભ લપસવાથી કંઈક એવું બોલાય જાય કે જેનાં કારણે તે ચર્ચામાં આવી જાય. કંઈક એવું જ બન્યું છે આલિયા ભટ્ટ સાથે. જો કે આલિયા ભટ્ટ તો સમજ્યા વગર બોલવામાં માહિર છે અને એનાં લીધે તે ચર્ચામાં રહેતી હોય છે.

આ વખતે આ કાંડ આલિયાએ કરણ જોહરનાં ચેટ શોમાં કર્યો હતો. કરણનાં એક સવાલનો એવો જવાબ આપ્યો કે જેના લીધે તે સોશિયલ મીડિયામાં લોકોના નિશાને આવી ગઈ. સ્ટેજ પર બોલતી વખતે આલિયાની જીભ લપસી ગઈ. તે એક એવો વિચિત્ર શબ્દ બોલી ગઈ કે દર્શકોએ ચોર મચાવી દીધો છે. કરણના એક સવાલનો જવાબ આપી રહી હતી અને માઇકમાં અભદ્ર શબ્દો નીકળી ગયા. જુઓ અહીં એ વીડિયો….

બન્યું એવું કે આલિયા અને કરીના Jio MAMI Movie Mela with Starમાં ગઈ હતી. ત્યાં કરણ જોહર બંન્નેની પૂછપરછ કરી રહ્યા હતા. તો વળી આલિયાએ કરીના કપૂરના વખાણ પણ કર્યા હતાં.

લગ્નના સવાલમાં આલિયા જણાવે છે કે, તેણે ફક્ત ફિલ્મો જ કરી છે. લોકો કહે છે કે જો તમે લગ્ન કરી લો તો જિંદગી થોડી ધીમી થઈ જશે પરંતુ કરીના સાથે એવું થયું નહીં. જો તમારા બાળકો હોય તો પણ અસર પડશે પરંતુ તેવું કશું પણ કરીના સાથે બન્યું નથી. તે હંમેશાં મારા માટે પ્રેરણારૂપ રહી છે. જ્યારે પણ તેની તસવીર જોઇએ ત્યારે વિચારીએ છીએ કે તે કેટલી હોટ છે, તે કેટલી સુંદર છે. આવી રીતે કરીનાના વખાણ કરતા કરતા જ આલિયાની જીભ લપસી હતી.

પરંતુ કરણ જોહર આલિયાની આ વાત ન સાંભળી શક્યો અને પૂછ્યું, આલિયા આ શું કહે છે અને કરીનાએ તેને કહ્યું. આ સાંભળીને કરણ જોરથી હસવા લાગ્યો અને આલિયાને ચીડવતા કહ્યું કે ‘મે તને આવી પરવરીશ આપી છે.’