હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મે રૂ. 300 કરોડનો વકરો કર્યો

હૃતિક રોશને ફિલ્મ ‘વોર’ દ્વારા નામ અન ેદામ બન્નેની કમાણી કરી છે. તે આ ફિલ્મ દ્વારા રૂપિયા ૯૦ કરોડથી વધુ કમાયો છે. રૂપિયા ૩૦૦ કરોડ સુધી પહોંચનારી આ તેની પહેલી ફિલ્મ છે, જ્યારે કમાણીની દ્રષ્ટીએ ૨૦૧૯ની સાલની બોલીવૂડની સૌથી મોટી ફિલ્મ છે. વોર’ ફિલ્મે રૂયિા ૨૯૫ કરોડ ૯૬ લાખનો વેપલો કરી નાખ્યો છે. રવિવારે પણ આ ફિલ્મની કમાણી વધુ હોવાની આશા હતી.હવે આ ફિલ્મની ફ્રેન્ચાઇઝી બનાવાનું યશરાજ ફિલ્મસ વિચારી રહ્યા છે. ગયા વરસે ‘સંજુ’ એ રૂપિયા ૩૪૨ કરોડનો બોક્સ ઓફિસ પર વ્યવસાય કર્યો હતો. ભણશાલીની ‘પદમાવતે’ રૂપિયા ત્રણસો બે કરોડનો, આમિર ખાનની ‘પીકે’એ રૂપિયા ૩૪૦ કરોડ, સલમાન ખાનની’ બજરંગી ભાઇજાન’રૂપિયા ૩૨૦ કરોડ, ‘સુલતાન’રૂપિયા ૩૦૦ કરોડ અને ૪૫ લાખ જેટલી કમાણી કરી હતી.