હોટનેસમાં દીપિકાને પછાડી આગળ નીકળી હતી અભિનેત્રી, આજે અમુક ફિલ્મોમાં દેખાય

અભિનેત્રી ડાયના પેન્ટી 2 નવેમ્બરે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. ડાયના 2011માં ફિલ્મ રોકસ્ટારમાં ડેબ્યૂ કરવાની હતી. પરંતુ મોડેલિંગના કેટલાક પ્રોજેક્ટના કારણે તેણે ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી. ત્યારબાદ ડાયનાની જગ્યાએ નરગીસને લેવામાં આવી.

ત્યારબાદ વર્ષ 2012માં ડાયનાએ ફિલ્મ કોકટેલથી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મુખ્ય અભિનેત્રીમાં હતી. તેમાં ડાયનાએ મીરા નામની સિમ્પલ અને સાદી છોકરીનો રોલ કર્યો હતો કે જેને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો.

કોલેજમાં તેણે પાર્ટ ટાઈમ મોડેલિંગ કરવાનું શરૂ કર્યું અને 2005માં ડાયનાએ સત્તાવાર રીતે એલીટ મોડલ્સ ઈન્ડિયા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. થોડા જ સમયમાં તેણે મોડેલિંગની દુનિયામાં મોટુ નામ કરી લીધું. એટલું જ નહીં પણ મેલબીનના એક એડ માટે ડાયનાએ દીપિકાને પણ રિપ્લેસ કરી હતી. તો જુઓ ડાયનાના કેટલાક ફોટો…