હોલિવૂડની સિંગર શેરિલ ને એક વાતની ચિંતા હતી કે, હોસ્પિટલમાં તેની સાથે કંઈક આવુ ન થાય

સિંગર શેરિલનું કહેવું છે કે તેના પુત્ર બિયરના જન્મ પછી તેને હોસ્પિટલમાં તેને બદલાવની આશંકા હતી. સૂત્રો મુજબ 36 વર્ષીય ગાયિકાએ કહ્યું કે ભયાનક સ્ટોરીઓ સાંભળ્યા પછી તેણીએ પણ પોતાને ખાતરી આપી હતી કે કંઇક ખરાબ થશે અને તે તેના બાળકને પોતાથી દુર નહીં જવા દે. આ ગાયકના પુત્રના પિતા તેના પૂર્વ સાથી લિયેમ પેન છે.

 

પોડકાસ્ટ દરમિયાન ગાયકે કહ્યું, “જ્યારે હું તેને જન્મ પછી મળી ત્યારે હું ડોકટરોને તેને ઓરડાની બહાર લઈ જવા દેતી નહતી. મેં જન્મ પછી બે છોકરીઓની આપ-લે વાંચી હતી. મનમાં આ જ વાત ચાલતી હતી.”

ગાયકે આગળ કહ્યું, “પછી હું ખૂબ જ ચિડચિડી થઈ ગઈ અને કોઈને પણ તેને બહાર કાઢવા દેતી નહોતી.” શેરિલ અને લીયામના પુત્રનો જન્મ માર્ચ 2017માં થયો હતો. જો કે પછીથી બંને અલગ થઈ ગયા.