10 વર્ષની ઉંમરમાં રિયાલીટી શોનો વિનર બન્યો હતો, નશાની લતે બર્બાદ કરી દીધુ જીવન

ટીવી પર આવનાર રિયાલિટી શોમાં મોકો મેળવનાર કંટેસ્ટેન્ટ ખૂબ મહેનત કરે છે. તેમાથી કેટલાંક કંટેસ્ટેન્ટની કિસ્મત બદલાઈ જાય છે અને રાતો રાત તે દોલતની ઉંચાઈઓ સુધી પહોંચી જાય છે. જો કે ખૂબ જ ઓછા લોકો હોય છે. જે આ જીવનને સંભાળી શકે છે. એવુ જ કઈક થયુ છે સિંગિંગ રિયાલીટી શોમાં આવેલા એક કંટેસ્ટન્ટની સાથે..

અજમત હુસૈન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેણે સારેગામાં લિટલ ચેંપ્સ 2011મા હિસ્સો લીધો હતો. અજમત જયપૂરનો રહેવાસી છે. આ દરમિયાન શોના ગ્રાંડ ફિનાલેમાં શાહરૂખ ખાન આવ્યો હતો. જીત પછી શાહરૂખે અજમતને પોતાના ખભા પર બેસાડ્યો હતો. શોને લઈને કૈલાસ ખેર, અદનાન સામી અને જાવેદ અલી જજ કરી રહ્યાં હતા. હવે 8 વર્ષ બાદ અજમત ઈન્ડિયન આઈડલ 11માં ઓડિશન આપવા પહોંચ્યો છે અને તેનો એક વીડિયો સામે આવ્યો છે.

ઈન્ડિયન આઈડલ 11ના મંચ પર અજમતે પોતાના વિશે કેટલાંય ખુલાસાઓ કર્યાં જેને જાણીને દરેક લોકો હેરાન રહી ગયા. સ્ટેજ પર જેવો અજમત આવે છે કે તરત જ જજ નેહા તેને ઓળખી લે છે અને કહે છે કે તમે અજમત છો ને?

અજમત કહે છે કે તેણે 2011મા રિયાલિટી શો જીત્યો હતો જેને સાંભળીને વિશાલ દદલાની કહે છે કે તો પછી છેલ્લા 8 વર્ષ ક્યાં હતો. આગળ અજમતે કહ્યું કે મેં કેટલાંય શો કર્યાં. હું પૈસા કમાવવા લાગ્યો હતો પરંતિ તેનાથી ઘરની જરૂરિયાતો પૂર્ણ થતી ન હતી. તેની વચ્ચે ઉંમરની સાથે સાથે મારો અવાજ પણ બદલી ગયો. જેને સાંભળીને લોકો કહેવા લાગ્યાં કે તુ ખૂબ ખરાબ ગાવા લાગ્યો છે. લોકોની વાતો સાંભળીને હું ડિપ્રેશનમાં આવી ગયો અને ગીત ગાવાનું છોડી દીધુ.

અજમતે આગળ જણાવ્યું કે મેં 3 વર્ષ પહેલા સંગીત છોડી દીધુ. એટલે સુધી કે મેં સંગીત સાંભળવાનું છોડી દીધુ. મને કઈ સમજાતુ ન હતું. આ બધાની વચ્ચે હું ખોટી સંગતમાં સપડાઈ ગયો. મને નશાની લત લાગી ગઈ હતી. જે લોકો ઈચ્છતા હતા કે હું આવો થઈ જાવ તેમણે મને આવો કરી દીધો. મને મારા અવાજથી નફરત થવા લાગી તેમણે મારા પૈસા પણ બર્બાદ કર્યાં હતા. છેલ્લા સિજનમાં સલમાન અલીને જોયો હતો જે મારી સાથે હતો. તેને જોઈને હું ખુબ જ પ્રેરિત થયો અને મને લાગ્યું કે મારે ફરીવાર ગાવુ જોઈએ. હું ફરીવાર મારી ઓળખાણ બનાવવા ઈચ્છુ છું.