4000 સ્ક્રિનમાં રિલીઝ થયેલી ફિલ્મ વોરે પ્રભાસની બાહુબલીના રેકોર્ડને તોડી નાંખ્યો

બોક્સઓફિસ પર વોરમાં ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ બધાની આગળ નીકળી ગયો છે. આ બંને એક્શન સ્ટાર્સની ફિલ્મ બોક્સઓફિસ પર રેકોર્ડ તોડ ઓપનિંગ મળી છે. વોર હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. બધી ભાષામાં આ ફિલ્મે 53.35 કરોડની કમાણી કરી હતી.

વોરના હિન્દી વર્ઝને 51.60 કરોડની કમાણી કરી છે. ત્યારે તમિલ અને તેલુગુ વર્ઝનમાં 1.75 કરોડની કમાણી કરી છે. હિન્દી ફિલ્મોમાં પહેલા દિવસની કમાણીમાં અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ છે, આ એવો રેકોર્ડ છે જેને અત્યાર સુધીના કોઈ પણ સ્ટાર માટે સરળ નહોતું.

51 કરોડની કમાણીની સાથે હિન્દી વર્ઝને ઈતિહાસ રચ્યો છે પરંતુ ઓવરઓલ કમાણીના મામલામાં બાહુબલી 2ની આસપાસ કોઈ ફિલ્મ નથી પહોંચી શકી. વર્લ્ડ વાઈડ આ ફિલ્મની ગ્રોસ કમાણી 214 કરોડ છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં માત્ર 41 કરોડની કમાણી કરી છે. એ ઉપરાંત 58 કરોડ તેલુગુ અને 26 કરોડ તમિલ મલાયલમમાંથી મળ્યા છે.

વોર હવે બાહુબલી 2ના હિન્દી વર્ઝનથી આગળ તો નિકળી ગઈ છે, પરંતુ બધી ભાષાઓની તુલનામાં તે હજુ સુધી પાછળ છે. આ ફિલ્મમાં વાણી કપૂર, ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ છે. પહેલા દિવસની બમ્પર કમાણીથી સ્ટારકાસ્ટ ખુશ છે. આ ફિલ્મ કુલ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ પહેલી વાર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના સમીક્ષકોએ પણ સારો રિસ્પોન્સ આપ્યો છે.