45ની મલાઈકા અરોરાએ 25 વર્ષની મૉડેલ જેવા ફોટો શેર કર્યા, ફેન્સ ભડક્યા

મલાઈકા અરોરા તેના અફેર અને બોલ્ડ ફોટોગ્રાફના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેણે કંઈક એવા કપડા પહેરી લીધા કે ફેન્સ તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેશનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભું કરે છે. પણ આ વખતે તેની ફેશન જોઈને ફેન્સ લાલ-પીળા થઈ રહ્યા છે. મલાઈકા હમણાં ગર્લ-ગેંગ સાથે ‘બેચલર ટ્રીપ’ કરવા માલદિવ્સ ગઈ હતી. ત્યારે પણ એક્ટ્રેસે ફેન્સને પરસેવો છૂટી જાય તેવી હોટ ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. તે પોતાની બોલ્ડ સાઈડને શો ઓફ કરવાનું નથી ભૂલતી. મલાઈકાએ એકવાર પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, “તો દરિયામાં તરવા કે ડૂબકી લગાવવા માટે તમે નક્કી કરો એવા કપડા પહેરવાના?.. જો લોકોને લાગતું હોય કે મારે બીજુ કંઈક પહેરવું જોઈએ તો તેઓ મને જણાવે.” તેણે ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને લખ્યું છે કે, “હું આ પ્રકારની વાતોમાં નથી પડતી કારણ કે આ મારી ગરીમાથી નીચું છે.” તેણે ટ્રોલર્સને કહ્યું કે બીજાના વિશે જાણતા ના હોવ તો ખોટી ડંફાસો ના મારવી જોઈએ. આ સાથે મલાઈકાએ એવી પણ સલાહ આપી દીધી કે, તમારે જીવનમાં તમારે કંઈક સારું કરવાની જરુર છે.