JNUમાં 3000%નો ફી વધારો થતા દીક્ષાંત સમારંભ બન્યો રણસંગ્રામ, પોલીસ સાથે થયું ઘર્ષણ….

ફીસમાં વધારા સહિત અનેક મુદ્દા પર છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટી (જેએનયૂ)નાં વિદ્યાર્થીઓ હવે દિલ્લીનાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. યૂનિવર્સિટીનાં દીક્ષાંત સમારંભને પરિસરથી બહાર આયોજિત કરવાને લઇને પણ વિદ્યાર્થીઓ નારાજ છે. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની પોલીસ સાથે બબાલ થઈ. વિદ્યાર્થીઓએ ફીસમાં વધારો અને દીક્ષાંત સમારંભનાં વિરોધમાં યૂનિવર્સિટીથી લઇને વસંત કુંજ સ્થિત કાર્યક્રમ સ્થળ સુધી રેલી નીકાળી. આ દરમિયાન દિલ્લી પોલીસે કડક સુરક્ષા રાખી છે. એટલું જ નહીં બપોરે 12 વાગ્યા પછી દિલ્લી પોલીસે સાવધાની વર્તવા વધારે પોલીસનો કાફલો બોલાવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો. દીક્ષાંત સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા. તેમની સાથે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ હાજર રહ્યા. સવારે 8 વાગ્યે જ વિદ્યાર્થી યૂનિવર્સિટીની એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ પર જમા થયા અને ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી રેલી કરી. ઉલ્લેખનીય છે કે આંદોલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આઈસા, એઆઈએસએફ અને એસએફઆઈ જેવા તમામ વિદ્યાર્થી સંગઠન ભાગ લઇ રહ્યા છે. આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે તેઓ પદવીદાન સમારંભનાં કાર્યક્રમ સ્થળની પાસે જ પ્રદર્શન કરશે. એક આંદોલનકારી વિદ્યાર્થીએ કહ્યું કે, “અમે વિતેલા 15 દિવસથી ફીસમાં વધારાનો વિરોધ કરી રહ્યા છીએ. યૂનિવર્સિટીમાં ઓછામાં ઓછા 40 ટકા વિદ્યાર્થી છે, જે ગરીબ પરિવારોથી આવે છે. આખરે આ વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાનું શિક્ષણ પૂર્ણ કરી શકશે?”