Live : શિવસેનાના નેતા સંજય રાઉતે વાળ્યો સીએમ દેવેન્દ્ર ફડણવીસના સવાલોનો જવાબ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગતિવિધિ વચ્ચે એક નવો જ વળાંક આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ફ્ડણવીસે રાજ્યપાલ કોશ્યારીને મળીને પોતાનું રાજીનામું આપી દીધું છે. ફડણવીસની સાથે ભાજપના ઘણા નેતાઓ પણ હાજર હતાં. થોડી વારમાં જ ફડણવીસ પ્રેસ કોન્ફરન્સ કરશે.

સંજય રાઉતે કહ્યું, તેમની સાથે વાતચીત ચાલી રહી છે ‘ચિંતા ના કરો’ જો સીએમ ફડણવીસ એમ કહી રહ્યાં છે કે, ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં તેમની સરકાર રચાશે તો તેમને હું શુભકામના આપુ છું. હું પણ શિવસેના તરફથી કહેવા માંગુ છું કે અમે ઈચ્છીએ તો સરકાર બની શકે છે અને શિવસેનાનો જ મુખ્યમંત્રી બની શકે છે : સંજય રાઉત શિવસેના તરફથી પીએમ અને ગૃહમંત્રી વિરૂદ્ધ કોઈ ખોટી નિવેદનબાજી થઈ નથી : રાઉત શિવસેના તરફથી પીએમ મોદી અને અમિત શાહ પર એવી કોઈ જ નિવેદનબાજી થઈ નથી. મુખ્યમંત્રીનું નિવેદન એકદમ જુઠ્ઠાણું : સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપ સાત્થે 50-50ના ફોર્મ્યુલા પર વાતચીત થઈ હતી : સંજય રાઉત

શિવસેના તરફથી કોઈ વાતચીત રોકાઈ નથી : રાઉત ફેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું તે કોઈ નવી વાત નથી, આ એક પરંપરા છે : સંજય રાઉત મુખ્યમંત્રી પદને લઈને 50-50ની સમજુતિ થઈ ત્યારે નિતિન ગડકરી માતોશ્રીમાં હાજર નહોતા : સંજય રાઉત સરકાર ના રચવી એ જનાદેશનું અપમાન છે. ધારાસભ્યો ખરીદવાની વાતો માત્ર અફવા છે : દેવેન્દ્ર ફડણવીસ. જ્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર ના થાય ત્યાં સુધી રાજ્યપાલે મને કાર્યવાહક મુખ્યમંત્રી પદે યથાવત રહેવા કહ્યું છે : દેવેન્દ્ર ફડણવીસ