જાણો શા માટે પ્રિયંકા ચોપરા રડતા રડતા કહેવા લાગી મને માફ કરી દેજો…

બૉલિવૂડની દેશી ગર્લથી ઇન્ટરનેશનલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા હાલ ખૂબ ચર્ચામાં છે. તે તેની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઇસ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ટ્રેલર રિલીઝ બાદથી ચર્ચામાં છે. જ્યારે હવે ધ સ્કાય ઇસ પિંકને લઇને એવી ખબર આવી રહી છે જેને જાણીને તમે હેરાન રહી જશો. આ ફિલ્મના એક સીન દરમિયાન રડવાની એક્ટિંગ કરતા કરતા પ્રિયંકા ચોપરા ખરેખર ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. સીન ખતમ થતા ડાયરેક્ટરે જ્યારે કટ કહ્યું તે બાદ પણ તે તેના આંસુ રોકી શકી નહીં. તે ખૂબ રડી હતી. આ અંગે ઘ સ્કાય ઇસ પિંકની નિર્દેશક સોનાલી બોસે જણાવ્યું છે. સોનાલીની સાથે પ્રિયંકાની સારી મિત્રતા છે અને ફિલ્મના એક ઇમોશનલ સીન દરમિયાન પ્રિયંકાને સોનાલીના પુત્રના મોત વાળુ વાક્ય યાદ આવી ગયુ અને તે રડવા લાગી.

 

સોનાલી બોસે કહ્યું, ધ સ્કાય ઇસ પિંકના એક સીન દરમિયાન પ્રિયંકા ખૂબ ઇમોશનલ થઇ ગઇ હતી. તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. શૂટ બાદ પણ તેના આંસૂ રોકાઇ રહ્યા ન હતા. સોનાલીએ જણાવ્યું કે પ્રિયંકા કહી રહી હતી કે મને માફ કરી દો, મને માફ કરી દો. પ્રિયંકાએ કહ્યું, હવે મને સમજમાં આવી રહ્યું છે કે એક બાળકને ખોવાનું દુ:ખ શુ હોય છે, મને ઇશ્લુ માટે ખૂબ દુ:ખ છે. સોનાલી આ આખા વાક્ય દરમિયાન પ્રિયંકના સાચવવાની કોશિશ કરી રહી હતી.

 

જણાવી દઇએ કે ઇશ્લૂ, સોનાલી બોસનો પુત્ર ઇશાન હતો. ઇશાનની 16 વર્ષની ઉંમરમાં મોત થઇ હતી. ઇશાનની મોત ઇલેક્ટ્રિક રેઝરનો કરંટ લાગવાના કારણે થઇ હતી. આ ફિલ્મ 13 વર્ષની મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીની લાઇફ પર આધારિત છે. આયશાને એક બીમારી હતી જેને ઇમ્યૂન ડેફિશિયંસી ડિસઓર્ડર કહે છે. આ બીમારીને લઇને વર્ષ 2015માં તેમનું નિધન થઇ ગયું હતું.