એવું તો શું બન્યું હતું કે કબીર સિંહ ફિલ્મમાં શાહિદને એક સીન દરમિયાન રૂવાંડા ખડા થયા હતા

શાહિદ કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ચોકલેટી લવરબોય તરીકે જાણીતો છે. પરંતુ થોડાક જ વર્ષોમાં તેણે બતાવી દીધું કે તે માત્ર ક્યૂટ ચહેરાનો માલિક જ નહીં પણ એક શાનદાર એક્ટિંગ પણ કરી શકે છે. તે ફિલ્મ કમીના, હૈદર, ઉડતા પંજાબ અને કબીર સિંહ જેવી ફિલ્મોમાં ડાર્ક અને ટ્વિસ્ટેડ ભૂમિકા કરીને કામયાબી હાસિલ કરી છે.

શાહિદની ફિલ્મ કબીર સિંહ ભલે વિવાદોમાં રહી હોય પરંતુ તેનું આ ફિલ્મમાં પરર્ફોમન્સના પણ ઘણાં વખાણ થઈ રહ્યા છે. આ જ કારણ છે કે બોક્સઓફિસ પર 300 કરોડથી પણ વધારે કમાણી કરવામાં કામયાબ રહી છે અને આજે પણ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ પણ શેર કરે છે. તાજેતરમાં શાહિદ કપૂરને ફેનએ એક એવી પોસ્ટ શેર કરી છે.

જેમાં કબીર સિંહ ફિલ્મનો એક સીન શેર કર્યો છે અને લખ્યું કે જ્યારે કોઈ એક્ટર પોતાની ભૂમિકામાં ઈમોશન્સ અને જિંદગી ભરી દે છે ત્યારે સામાન્ય વાત છે, ઓડિયન્સ સ્ક્રીન પર ચોંટીને બેસી રહે છે. એવું જ કંઈક અહીં જોવા મળે છે. ફિલ્મ કબીરસિંહમાં જ્યારે શાહિદ કપૂરને ખબર પડે છે કે તે પપ્પા બનવાનો છે તો તેના રૂવાંડા ખડા થઈ જાય છે. શાહિદે પણ આ ફેનને જવાબ આપતાં કહ્યું કે, આ તો મેં પણ નોટિસ નહોતું કર્યું. ડાયરેક્ટર સંદિપે પણ મને કહ્યું હતું, અને મૈંને આ ફિલ્મનું એડિટ જોયું હતું. આ બહુ જ શાનદાર છે કે તમે પણ આ વાત નોટિસ કરી છે. શાહિદના વર્કની વાત કરીએ તો તે પોતાની ફિલ્મની સફળતાની ખુશી છે અને તેણે અત્યાર સુધી કોઈ નવો પ્રોજેક્ટ સાઈન નથી કર્યો.