જબરદસ્ત ઑફર! 3 હજાર રૂપિયામાં 32 ઇંચનું Smart TV, આ છેલ્લી તક જતી ન કરતાં

અમેરિકાના રેડિયો કૉર્પ તરીકે ઓળખાતા આરસીએ સાથે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ફર્મ વેસ્ટવે ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે ભારતીય બજારમાં સ્માર્ટ ટીવી લૉન્ચ કર્યુ છે. આરસીએ ટીવીનું વેચાણ એમેઝોન પર થઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ કંપની 32 ઇંચનું એચડી ટીવી ફક્ત 3,232 રૂપિયામાં ખરીદવાની તક આપી રહી છે.

કંપનીએ જે ટીવી માર્કેટમાં લૉન્ચ કર્યા છે તેમાં આરસીએ 109 સેમી (43 ઇંચ) ફુલ એચડી સ્માર્ટ એલઇડી ટીવી (19,999 રૂપિયા), આરસીએ 124 સેમી (49 ઇંચ) ફુલ એચડી સ્માર્ટ એલઇડી ટીવી (27,999 રૂપિયા), આરસીએ 124 સેમી (49 ઇંચ) 4k અલ્ટ્રા એચડી સ્માર્ટ ટીવીની (30,999 રૂપિયા) અને આરસીએ 140 સેમી (55 ઇંચ) 4k અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઇડી ટીવી (35,999 રૂપિયા) સામેલ છે.

કંપનીના FHD અને 4k સ્માર્ટ ટીવીની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ક્વાંટમ બેકલિટ ટેક્નોલોજી યુનિક યુઆઇ, 500+ એપ સાથે એપ સ્ટોર, 10 ભાષાઓ (અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, નેપાળી, બંગાળી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ)નો સપોર્ટ સામેલ છે. સાથે જ સ્માર્ટ ટીવી 4kના યૂએસપીમાં ડોલ્બી ડીજીટલ, પ્રિમિયમ મેટેલિક ડિઝાઇન, સરળ સ્ક્રીન શેરિંગ, એન્ડ્રોઇડ 7.0, વાઇ-ફાઇ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.