જાણીતી હીરોઈનનો ખુલાસો: હું ઓડિશન દેવા ગઈ ત્યારે ડાયરેક્ટરે મને ખોળામાં બેેસાડી લીધી

ચર્ચિત અભિનેત્રી જીના ડેવિસે હાલમાં એક મોટો ખુલાસો કર્યો છે જેનાં લીધે તે ફરી ચર્ચામાં છે. જ્યારે તે મનોરંજન દુનિયામાં નવી હતી ત્યારે તેની સાથે જે દુર વ્યવહાર થયો હતો એનો ખુલાસો તેણે કર્યો છે. તેણે કહ્યું કે શરૂઆતનાં દિવસોમાં એક ઓડિશન દરમિયાન એક ડાયરેક્ટરે મને ખોળામાં બેસાડી લીધી હતી. અભિનેત્રીએ એમ પણ વાત કરી કે પહેલા પુરુષો દ્વારા યૌન શોષણ થવુંં એ સામાન્ય વાત હતી પણ હવે બધી વસ્તુઓ બદલાઈ રહી છે.

ડેવિસે આગળ કહ્યું કે, હું એક ઓડિશન આપી રહી હતી કે જેમાં એક સીન દરમિયાન મારે પુરુષ કલાકારનાં ખોળામાં બેસવાનું હતું. ડાયરેક્ટરે કહ્યું કે આ સીન મારી સાથે કર અને એમ કહીને પોતાનાં ખોળામાં બેસાડી લીધી. આ એક પ્રકારનું સેક્સી સીન હતું. હું એને નહોતી કરવા માંગતી અને ખુબ અસંમજસમાં હતી. મીટુ વિશે અભિનેત્રીએ કહ્યું કે અભિયાનનાં લીધે અલગ અલગ વાતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું શોષણ હવે વિદેશ પુરતું જ સિમિત ન રહેતા ભારતમાં પણ આવી ઘટનાંઓ ઘટે છે. અભિનેત્રી તનુ શ્રી દત્તાએ કરેલી શરૂઆત પછી કેટલીય અભિનેત્રીએ આ પ્રકારનાં ખુલાસા કર્યા છે. હવે તો આ અભિયાન પર એક ફિલ્મ પણ બનવા જઈ રહી છે.