જેઠાલાલે તોડી નાખ્યો લોકોનો ખોટો ભ્રમ, દિલીપ જોશીએ કર્યો મોટો ખુલાસો

આજે ઘરે ઘરે ફેમસ થયેલો શો છે. દયા ભાભી અને જેઠાલાલ તો લોકોનાં દિલમાં વસી ગયા છે. એવામાં ઘણી વાર તો લોકોને એ પણ નથી ખબર કે દયાનું નામ દિશા વાકાણી અને જેઠા લાલનું નામ દિલીપ જોશી છે. અત્યારે જેઠાલાલ એક વાતને લઈને ચર્ચામાં છે. લોકોએ એવી વાત ફેલાવી કે જેઠાલાલ પાસે તો મોટુ આલીશાન ઘર છે. તેમજ સ્વિમીંગ પુલ ધરાવતું ઘર છે. પરંતુ આ વાતથી તો જેઠાલાલ ખુદ અજાણ છે.

યુ-ટ્યુબ પર ઘણા વીડિયો ફરે છે કે જેઠાલાલ પાસે આટલું છે અને તેટલુ છે. જ્યારે જેઠાલાલને આ સવાલ કરવામાં આવ્યો ત્યારે જે જવાબ આપ્યો એ બધાને ચોંકાવનારો હતો. તેમણે જવાબ આપ્યો કે, સોશિયલ મીડિયામાં લોકો જેમ તેમ લખે છે અને બોલે છે. લોકોની અફવાને કારણે હવે તો મને મારા મિત્રો પણ કહે છે કે ક્યાં છે તારૂ ઘર અમને પણ બતાવ. પરંતુ હુ એકદમ સાદી અને સરળ જિંગદી જીવું છું.

પોતાનાં સંઘર્ષ વિશે વાત કરતા દિલીપ જોશી જણાવે છે કે, હું ભગવાનનો એટલો આભાર માનું કે, મને આટલા સારા દિવસો બતાવ્યાં. મને લાગે છે કે હું ગુરૂઓનાં આશીર્વાદનાં કારણે અહીંયા સુધી પહોંચ્યો છું. ઉલ્લેખનીય છે કે શોમાં બધાને દિશા વાકાણી એટલે કે દયાભાભીની રાહ છે.