‘તને કંઈ ભાન પડે કે શું પૂછવું જોઈએ અને શું નહીં’ તાપસી પન્નુ પત્રકાર પર બરાબરની ભડકી!

બોલિવૂડ સેલેબ્સ અને પત્રકારોના ઝઘડા અવાર નવાર થતાં જોવા મળે છે. આ પહેલા જ કંગના અને એક પત્રકારના નાના ઝઘડાએ ખુબ મોટું રૂપ ધારણ કરી લીધું હતું કે જેના આખા બોલિવૂડમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા. હવે તાપસી પન્નુને લઈને એક વાત સામે આવી રહી છે. આમ તો તાપસી પન્નૂ જે હોય તે મોં પર જ ચોપડાવી દેવા માટે જાણીતી છે. તે તેની ફિલ્મ ‘સાંડ કી આંખ’ના પ્રમોશનમાં હાલમાં વ્યસ્ત છે.

પ્રમોશન ઈવેન્ટ દરમિયાન તાપસી એક મહિલા પત્રકાર સાથે બાખડી પડી હતી એવા સમાચાર મળી રહ્યા હતા. બન્યું એવું કે એક મહિલા પત્રકારે જે પ્રશ્ન પૂછ્યો એ તાપસીને ન ગમ્યો અને વાત લાંબી થઈ ગઈ હતીં. ફિલ્મ ‘સાંડ કી આંખ’ બે એવી વૃદ્ધ મહિલાઓની વાર્તા છે કે જેમાં વુમન એમ્પાવરમેન્ટની વાત કરવામાં આવી છે.

એવામાં જ્યારે #MeToo મૂવમેન્ટને લઈને તાપસીને સવાલ પૂછવામાં આવ્યો તો અભિનેત્રીએ જવાબ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યૂ દરમિયાન ત્યાંથી સૂત્ર દ્વારા એવું જાણવા મળ્યું કે ‘ઈન્ટરવ્યૂ લેવા માટે આવેલી એક મહિલા પત્રકારે તાપસીને જ્યારે પૂછ્યું કે #MeToo મૂવમેન્ટ બાદ બોલિવૂડમાં કંઈ ફરક પડ્યો છે કે કેમ? સવાલ અહીંથી અટકતો નથી, પત્રકારે કહ્યું કે હવે મૂવમેન્ટ પૂરુ થઈ ગયું છે. શું આ અભિયાન આગળ વધારવાની જરૂર છે? એક મહિલા તરીકે તમે અભિયાને કેવી રીતે જુઓ છો?’

આ પ્રશ્ન પુરો થતાં જ તાપસીનો હાવભાવ બદલાયો અને વાત ડખે ચડી ગઈ હતી. તાપસી તરત ભડકી ગઈ અને મહિલા પત્રકારને કહેવા લાગી કે, ‘તને ભાન નથી પડતી કે અમને શું પૂછવું જોઈએ અને શું નહીં’ જો કે આ બધી વાત પછી પણ ભૂમિ પેડનેકરે પોતાનો જવાબ વ્યવ્સથિત રીતે આપ્યો હતો.