દિશા પટ્ટણીએ ફરી એક વાર સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

બોલીવુડ એકટ્રેસ દિશા પટ્ટણીએ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહી છે. દિશા હંમેશા પોતાના વર્કઆઉટ વીડિયોની સાથે સાથે બીકિની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિશા સ્વીમિંગ શૂટમાં આકર્ષક લાગી રહી છે. જેને જોઈને દિશાના બોયફ્રેડ એક્ટર ટાઈગર શ્રોફે એક કમેન્ટ કરી છે.

દિશા પટ્ટણીએ જ્યારે આ પહેલા બીકિની ફોટોઝ શેર કર્યા હતા ત્યારે તે ટ્રોલ થઈ હતી. દિશાએ રેડ કલરની બીકિની પહેરી છે. સાથે બ્લુ ડેનિમ પણ કેરી કર્યુ છે. તેની આ તસવીરો થોડા કલાકો પહેલા જ વાયરલ થયા છે. કેટલાક લોકોને તેના ફોટાઓ પસંદ પડ્યા છે તો કેટલાક લોકોએ અશ્લીલ કંમેન્ટ કરી છે. વર્કફ્રંટની વાત કરીએતો દિશા પટ્ટણી હાલ સલમાનની ફિલ્મ ભારતમાં નજર આવશે. સલમાન ખાનની ફિલ્મ ભારતમાં દિશાનો રોલ શું હશે તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. ફિલ્મમાં કેટરીના કૈફ અને તબ્બૂ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે.

દિશા અને ટાઈગરની જોડી પહેલી વાર વર્ષ 2016માં એક આલ્બમમાં સાથે જોવા મળ્યા હતા, બનેની જોડી દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે. દિશા પટ્ટણી અને ટાઈગર શ્રોફ ફિલ્મ બાગી 2માં સાથે દેખાયા હતા. બંને સ્ટાર્સ કેટલીયે વાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેંડ કરતા જોવા મળ્યા હતા. બંનેના શોખ એક સરખા છે. બંને સારા મિત્ર છે. આ બંને લગ્ન કરશે કે કેમ તે હાલ કહેવુ થોડુ મિશ્કેલ છે.