દુર્ગાષ્ટમી / અમિતાભ-જયા, કાજોલ- રાની સહિતના સેલેબ્સે પંડાલમાં મા દુર્ગાની પૂજા કરી

મુંબઈઃ છ ઓક્ટોબરના રોજ દેશભરમાં દુર્ગાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન પત્ની જયા સાથે નોર્થ બોમ્બે સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં મા દુર્ગાના દર્શન માટે આવ્યા હતાં. બિગ બી વ્હાઈટ કુર્તા પાયજામાની સાથે શાલ ઓઢીને આવ્યા હતાં તો જયા બચ્ચન રેડ બોર્ડરવાળી વ્હાઈટ સિલ્ક સાડીમાં હતાં. કાજોલનો પરિવાર પણ ત્યાં હાજર હતો.

કાજોલના પરિવારના આ સભ્યો હાજર હતાં
દુર્ગા પૂજા પંડાલમાં કાજોલ દીકરા યુગ સાથે આવી હતી. તેની કઝિન રાની મુખર્જી, શરબાની મુખર્જી તથા અયાન મુખર્જી હાજર હતાં. પંડાલમાં મુખર્જી પરિવાર વચ્ચે જબરજસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું.