પ્રિયંકા ચોપરા આ ક્રિકેટરને માને છે પોતાનો હોટ ફેવરિટ ક્રિકેટર…

બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં પાતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ત્યારે પ્રિયંકા દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં પહોંચી હતી. ત્યાં તેમણે પોતના ફેવરિટ ક્રિકેટર કોણ છે ? તે અંગે ખુલાસો કર્યો હતો.

 

દેશી ગર્લ પ્રિયંકાનો મનપસંદ ક્રિકેટ ધોની નહીં પરંતું રોહિત અને વિરાટ કોહલી છે. પ્રીયંકાએ કહ્યું કે તે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે અન તે આ બેટ્સમેનને પર્સનલી પણ ઓળખે છે. જો કે પ્રિયંકા દ્વારા ધોનીનું નામ નહીં લેવા પર સોશિયલ મીડિયા પર અનેક ચાહકો હેરાન પણ થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા હાલ પોતાની ફિલ્મ ‘ધ સ્કાઈ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું કે કઈ રીતે નિક જોનસ સાથે તેમના લગ્ન દરમિયાન એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ બ્રાઈડ અને ટીમ ગ્રૂમ નામની બે ટીમ રમી હતી. આ મેચ ટીમ બ્રાઈડે જીતી હતી.