મુંબઈ એરપોર્ટ પર ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે અરબાઝ ખાનનો ખાસ અંદાજ

હાલ બોલીવુડમાં જે કપલની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે તેમાં મોખરે અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની છે. મુંબઈ એરપોર્ટ પરથી બંનેની લેટેસ્ટ તસવીરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો હાલ છવાયેલી છે. કહેવામાં આવી રહ્યુ છે કે અરબાઝ તેની ગર્લ ફ્રેન્ડ સાથે ટાઈમ વીતાવવા માંગે છે અને આ જ કારણે રોમાંટિક હોલિડે પર નીકળી પડ્યા છે. જો કે તે લોકો ક્યાં ફરવા જઈ રહ્યા છે તે હજુ સુધી જાહેર થયુ નથી.

આપને જણાવી દઈએ કે અરબાઝ અને જ્યોર્જિયા હાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ખાસ ઇવેન્ટ અને પાર્ટિઓમાં સાથે નજર આવી રહ્યા છે. જ્યોર્જિયા અને અરબાઝ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અરબાઝે મલાઈકાને મે 2017માં છુટાછેડા આપ્યા હતા. હાલ મલાઈકા અર્જુન કપૂર સાથે ડેટ કરી રહી છે. એવુ પણ કહેવાય છે કે જ્યોર્જિયા અને અરબાઝ ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

 

જ્યોર્જિયા વર્ષ 2017માં ફિલ્મ ગેસ્ટ ઇન લંડનમાં નજર આવી હતી, જે ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ ખરબંદા મુખ્ય રોલમાં હતા. અરબાઝ ખાનની કથીત ગર્લફ્રેંડ જ્યોર્જિયા ઇટાલિયન મોડલ છે. મોડલિંગ કરી રહી છે.