મૂડીઝે ભારતનું રેટિંગ નેગેટિવ કર્યુ

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતની નબળી પડી રહેલી આર્થિક પરિસ્થિતિને જોતાં ભારતના રેટિંગમાં જોરદાર ફેરફાર કર્યો હતો અને ભારતીય આર્થિક પરિસ્થિતિને સ્થિરમાંથી પલટાવીને નકારાત્મક જાહેર કરી હતી. મૂડીઝે BAA 2 રેટિંગની પુષ્ટિ કરતાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અત્યંત ધીમી અર્થવ્યવસ્થા જોખમ ભરેલી છે. ભૂતકાળની તુલનાએ આ સંજોગોમાં આર્થિક વિકાસ ઓછો થશે. દેવું વધશે અને લાંબા સમય સુધી આર્થિક મંદી સહન કરતાં રહેવું પડશે. અત્રે એ નોંધનીય છે કે હાલની નરેન્દ્ર મોદી સરકાર 2025 સુધીમાં 5 ટ્રિલિયનના લક્ષ્યને સિદ્ધ કરવા કટિબદ્ધ છે અને જીડીપી ગ્રોથ વધારવા માગે છે ત્યારે દુનિયાભરની રેટિંગ એજન્સીઓ ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડી રહી છે. ગયા મહિને પણ મૂડીઝે ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ઘટાડીને 5.8 ટકા કરી નાખ્યો હતો. અગાઉ એની દ્રષ્ટિએ જીડીપી ગ્રોથ 6.2 નો હતો. મૂડીઝે એવી આશા વ્યક્ત કરી હતી કે આવતાં વરસોમાં આ આંકડો વધીને સાત ટકા સુધી પહોંચશે.