શાહિદની એક્સ ગર્લફ્રેન્ડ કરીનાએ ‘કબીર સિંહ’ની જાહેરમાં જ વેલ્યૂ કાઢી નાખી, બધા ચોંકી ગયા!

આમ તો ફિલ્મ કબીર સિંહ રિલીઝ થઈ એનાં મહીનાઓ થવા આવ્યા છે પરંતુ હજુ એને લઈને વિવાદ અને ટિપ્પણીઓ બંધ થવાનું નામ નથી લેતી. લોકોની વચ્ચે હાલમાં પણ આ ચર્ચાનો વિષય બનેલો છે. કોઈ લોકોને કહાની પસંદ નથી આવી તો કોઈ કહી રહ્યું છે કે એમાં મહિલાઓને કમજોર બતાવવામાં આવી છે. પરંતુ હાલમાં શાહીદની કથિત એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂરે બે બોલ કહ્યા છે.

કરીનાએ કહ્યું કે, જો કે મે અત્યાર સુધી આ ફિલ્મ જોઈ નથી પરંતુ હું પ્રિતી જેવો કિરદાર ક્યારેય ગમે તેવી હાલતમાં નિભાવીશ નહીં. તેમજ કોઈ બીજી હીરોઈનને પણ આવો રોલ ન કરવા માટે સલાહ આપીશ. આવા કિરદારોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ન હું ખુદ આવી છું કે ન હું કોઈને આવી બનવાની સલાહ આપીશ.

બેબોએ આગળ કહ્યું કે, જ્યારે મારી પાસે આવી અભિનેત્રી તરીકે રોલ આવે તો હું સીધી ના જ પાડી દઉં. સારી વાત છે કે ફિલ્મ 300 કરોડ કમાઈ ગઈ છે. પરંતુ એનાથી પણ જોવા જેવી વાત એ છે કે લોકો હાલમાં પણ તેની ખરાબી કાઢી રહ્યા છે. હું એ વાતથી દુખી છું કે જે લોકોએ આ ફિલ્મ જોઈ અને જેણે આ ફિલ્મનાં વખાણ કર્યા છે.

કરીનાએ આ વાત કરી પછી બોલિવૂડમાં સૌ કોઈના હોશ ઉડી ગયા છે. તેણે પહેલી વાર આવું નથી કર્યું. કેટલીય વાર કરીના બેધડક પોતાની વાત મીડિયા સામે રાખી ચૂકી છે. એમાં પણ જોવા જેવું એ છે કે હાલમાં કબીર સિંહની અભિનેત્રી કિયારા કરીના સાથે જ ગૂડ ન્યૂઝમાં કામ કરી રહી છે.